અઢાર કર્મચારીઓ પોઝિટીવ આવતાં ટેસ્ટ બંધ કરાયા :યુનિયન દ્વારા ડેપોને કોરોન્ટાઇન કરવાની માંગણી નિગમે ફગાવી
વાઇબ્રન્ટ ન્યુઝ ,વિસનગર ડેપો કોરોનાનું હબ બની શકે છે અને વિસ્તારમાં અગામી દિવસોમાં કોરોના વધી શકે છે. વિસનગર ડેપોમાં કર્મચારીઓ નો ટેસ્ટ કરાતાં અઠાર કર્મચારીઓ નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.જેને લઇ કર્મચારીઓના અલગ અલગ સંગઠનો દ્વારા ડેપોને 14 દિવસ ક્વોરેન્ટાઇન કરવા માંગણી સાથે ડેપો મેનેજરને અાવેદનપત્ર અાપવામાં આવતાં એસ.ટી વિભાગ દ્વારા ટેસ્ટ કરવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે જેને લઇ કર્મચારીઓમાં ભય ફેલાયો છે. વિસનગર અેસ.ટી. ડેપોમાં નોકરી કરતા કર્મચારીઅોનું અારોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી જેમાં અઠાર કર્મચારીઅોનો કોરોના પોઝીટીવ અાવતાં ડેપોના કર્મચારીઅોમાં ભયની લાગણી જોવા મળી રહી હતી. જેથી સોમવારના રોજ અેસ.ટી. ડેપોના કર્મચારીઅોના બનેલ સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિયન, કર્મચારી મંડળ યુનિયન અને ભારતીય મજદુર સંઘ દ્વારા ડેપો મેનેજરને અાવેદનપત્ર અાપી ડેપોને 14 દિવસ ક્વોરેન્ટાઇન કરવાની માંગણી કરવામાં આવી હતી.અાવેદનપત્રમાં કર્મચારીઅોમાં કોરોના પોઝીટીવ કેસો અાવતાં ભયનો માહોલ ઉભો થયો હોય અને અન્ય કર્મચારીઅો કે મુસાફરો સંક્રમિત ન થાય તે માટે ડેપોને ક્વોરેન્ટાઇન કરવાની માંગણી કરવામાં આવી હતી પરંતુ નિગમ દ્વારા ભયના માહોલ વચ્ચે ટેસ્ટીંગ જ બંધ કરી દેવાતાં કર્મચારીઓ વધુ ભયભીત બન્યા છે