News ગુજરાત


વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા મુખ્યમંત્રી રાહતફંડમાં સવાલાખનો ચેક આપવામાં આવ્યો 

વાઇબ્રન્ટ ન્યુઝ,

વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા રૂ ૧૨૫૦૦૦/- અને વિસનગર વિવિધ જૂથ સહકારી મંડળી દ્વારા રૂ ૫૧૦૦૦/- કોરોના મહામારીનો સામનો કરવા માટે આર્થિક મદદરૂપે મુખ્ય મંત્રીશ્રી રાહત ફંડમાં આપવામાં આવ્યા છે. સંઘના ચેરમેનશ્રી કે.કે.ચૌધરી, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પે્સિડેંટ શ્રી પ્રકાશભાઈ પટેલ , મહેસાણા જિલ્લા સહકારી બેંક ના ડાયરેકટર શ્રી ઈશ્વરભાઈ પટેલ, એ.પી.એમ.સી વિસનગરના વાઈસ ચેરમેન શ્રી મણીભાઈ ચૌધરી અને મહેસાણા સંધના ડાયરેકટર શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા વિસનગર પ્રાંત અધિકારી શ્રી સી.સી.પટેલને ચેક આપવામાં આવ્યો હતો.


Publish Date: 4/2/2020 00:00:00
Auther: ભરત ચૌધરી