News ગુજરાત


કોરોના સામેનો જંગ લડવા માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં  બે દિવસમાં ૧૨.૮૫ કરોડ રૂપિયાનું દાન આવ્યું 



 

વાઇબ્રન્ટ ન્યુઝ,

કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં દેશવ્યાપી લોકડાઉનની સ્થિતીમાં આજે ચોથા દિવસે ગુજરાતમાં નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરતી માત્રામાં ઉપલબ્ધ થયો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારના વિભાગો નાગરિકો-પ્રજાવર્ગોને આ લોકડાઉન દરમિયાન કોઇ જ દુવિધા ન પડે તે માટે સતત કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર લેવામાં આવેલા આયોજનબદ્ધ પગલાંઓ અને પુરવઠાની સ્થિતીની વિગતો આપી હતી. હાલની લોકડાઉનની સ્થિતીમાં વાહનવ્યવહાર પણ બંધ છે ત્યારે ગુજરાતના મૂળ રહેવાસી અને નેપાળ, હરિદ્વાર જેવા સ્થળોએ પ્રવાસે ગયેલા અને ત્યાં સ્થગિત થઇ ગયેલા ૧૮૦૦ થી વધુ યાત્રાળુઓને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આ વિગતો આપતાં કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ અને કેમિકલ ફર્ટિલાઇઝર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવીયા તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની સંનિષ્ઠ દરમિયાનગીરીથી આ યાત્રાળુ-મુસાફરોને ૨૮ જેટલી ખાસ બસો મારફત ગુજરાત પરત લાવવામાં આવી રહ્યા છે. સુરત-વડોદરા-રાજકોટ-ભાવનગર-જામનગર-ખેડા અને આણંદ જિલ્લાઓના આ યાત્રાળુ-મુસાફરો રાજ્યની સરહદમાં અરવલ્લી જિલ્લામાં પ્રવેશે ત્યારે તે તમામનું હેલ્થ ચેક અપ કરીને તેમના જમવા તેમજ અન્ય વ્યવસ્થાઓ કરી તે મુસાફરોને પોતાના ગામ-નગર-શહેર પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, લોકડાઉનની આ સ્થિતીમાં રાજ્યભરમાં ઊદ્યોગો-કારખાનાઓ બંધ છે ત્યારે તેમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો-કામદારો તથા ગુજરાતના અંતરિયાળ વિસ્તારના આવા કારીગરો તેમના વતન જવા પગે ચાલીને નીકળી પડયા છે. મુખ્યમંત્રીશ્રીએ આવા શ્રમિકોને પગે ચાલીને વતન ભણી ન જવા અપિલ પણ કરી છે. શ્રી વિજયભાઇ રૂપાણીના ધ્યાને એ બાબત આવી હતી કે શુક્રવારે રાત્રે રાજ્યના જુદા જુદા હાઇ-વે પર આવા આશરે ૧૦ હજારથી વધુ શ્રમિકો પગપાળા જઇ રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ શ્રમજીવીઓ પ્રત્યે માનવીય સંવેદના દર્શાવી સંબંધિત જિલ્લાતંત્રને મદદરૂપ થવા તાકીદ કરી અને તેના પરિણામે આ શ્રમિકોને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય વનબંધુ જિલ્લાઓમાં વાહનો દ્વારા પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ હવે કોઇજ આવા શ્રમિકો કે કારીગરો પોતાના વતન કે ગામ ન જાય અને હાલની સ્થિતીમાં સુરક્ષિત રહેવા જ્યાં છે ત્યાં જ રહે તેવી અપિલ પણ કરી હતી. તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં આવા શ્રમિકો-કારીગરો અને જરૂરતમંદ વ્યકિતઓ માટે જિલ્લા વહિવટીતંત્ર અને સ્વૈચ્છિક સેવા સંગઠનો ફૂડપેકેટ તૈયાર કરીને તેનું વિતરણ સેવાભાવે કરે છે તેમાં અત્યાર સુધીમાં રાજ્યમાં ર લાખ ૮ર હજાર ફૂડપેકેટ વિતરીત કરવામાં આવ્યા છે. શ્રી અશ્વિનીકુમારે રાજ્યમાં શાકભાજી, દૂધ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે તેની વિગતો આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શનિવારે રાજ્યમાં રપપ લાખ લીટર દુધની આવક થઇ છે અને ૪ર.૪૦ લાખ લીટર દૂધ પાઉચ વિતરણ થયું છે. ટ્રેટાપેકમાં ૪૦ હજાર લીટર દૂધનું વેચાણ થયું છે. રાજ્યમાં શનિવારે બધી જ એટલે કે ૭ર હોલસેલ શાકમાર્કેટ કાર્યરત રહી છે તેની પણ શ્રી અશ્વિનીકુમારે વિગતો આપી હતી. તેમણે ઉમેર્યુ કે, શાકભાજીની આવકમાં પણ શુક્રવારની ૮પ હજાર ૧૧૩ કવીન્ટલની આવક સામે ૪પ હજાર કવીન્ટલ વધુ એટલે કે ૧ લાખ ર૯ હજાર ૯૦ કવીન્ટલ શાકભાજી શનિવારે વધારે આવી છે. આ શાકભાજીમાં બટાટા ૩પપ૭૭ કવીન્ટલ, ડુંગળી ૨૪૪૨૦ કવીન્ટલ, ટમેટા ૧૩૭૧૮ કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી પપ૩૭પ કવીન્ટલનો આવરો થયો છે. રાજ્યમાં ફળફળાદિની આવક પણ ૭૦૦ કવીન્ટલ વધી છે. શુક્રવારે ૪૮૩ર કવીન્ટલ ફળો આવેલા જ્યારે શનિવારે ૧૦પ૦ કવીન્ટલ સફરજન, ૮રપ કવીન્ટલ કેળાં અને ૩૭૧૦ કવીન્ટલ અન્ય ફળોની આવક થઇ છે. શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે લોકોને લોકડાઉનના આ સમયમાં આવશ્યક ચીજવસ્તુઓ સરળતાએ મળી રહે તે માટે જે-તે જિલ્લા-તાલુકા અને શહેરીતંત્ર દ્વારા ફેરિયાઓ-છૂટક વેપારીઓને પાસ ઇસ્યૂ કરવામાં આવે છે આવા ૯૬ હજારથી વધુ પાસ સમગ્ર રાજ્યમાં અપાયા છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યકક્ષાએ સ્ટેટ કંટ્રોલરૂમમાં હેલ્પલાઇન ૧૦૭૦ કાર્યરત છે તેને મદદ માટે અત્યાર સુધી ૪૭૭ જેટલા કોલ્સ મળ્યા છે અને જિલ્લા કક્ષાએ કાર્યરત હેલ્પલાઇન ૧૦૭૭ને ૧૭૨૭ કોલ્સ મળ્યા છે. મુખ્યમંત્રીશ્રીના સચિવે એમ પણ કહ્યું કે કોરોના વાયરસની આ મહામારી સામે લડવા માટેના ફંડ એકત્રીકરણની મુખ્યમંત્રીશ્રીની અપિલનો પ્રતિસાદ પણ રાજ્યભરમાંથી સાંપડયો છે. મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં આ હેતુસર અદાણી ફાઉન્ડેશનના પ્રિતીબહેન અદાણીએ પાંચ કરોડનું દાન આપેલું છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા રૂ. ૧ કરોડ, શ્રી આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી રૂ. ૧ કરોડ ૧ લાખ, રાજકોટના શ્રી મુકેશભાઇ શેઠ દ્વારા રૂ. પ૧ લાખ તેમજ ખોડલધામના શ્રી દિનેશ કુંભાણીના વ્યકિગત ફાળા પેટે રૂ. ૧૧ લાખ મુખ્યમંત્રી રાહતનિધિમાં મળ્યા છે. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર વાસણા SMVS-ગાંધીનગર દ્વારા રૂ. ર૧ લાખ અને સુપ્રસિદ્ધ કથાકાર શ્રી જિજ્ઞેશકુમારે રૂ. પ લાખ પપ હજાર મુખ્યમંત્રી રાહતનિધિમાં આપેલા છે. આમ, અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૧૨.૮૫ કરોડ જેટલું દાન-ભંડોળ મુખ્યમંત્રી રાહતનિધિમાં સ્વૈચ્છિક સેવા સંસ્થાઓ – વ્યકિગત દાતાઓએ આપ્યું છે એમ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી રાહતનિધિમાં આપવામાં આવતી આ દાન-સહાય આવકવેરાની કલમ-૮૦જી અન્વયે કરમુકત છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાની આ વૈશ્વિક મહામારી સામે સૌ સાથે મળીને જંગ લડી સફળતા મેળવીએ તેવી અપિલ સાથે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા કરેલી અપિલને મુખ્યમંત્રીશ્રીના સચિવે પણ દોહરાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડઝમાં જે લોકો કોરોના શંકાસ્પદ કેસ કે કોરોના સંક્રમિત તરીકે સારવાર લઇ રહ્યા છે તેવા લોકો પ્રત્યે સંવેદના દાખવીને હોસ્પિટલના આવા વોર્ડઝમાં ટેલિવિઝન સેટ ગોઠવવાની વ્યવસ્થાઓ માટે તંત્રને સૂચનાઓ કરી છે. આના પરિણામે આઇસોલેશનમાં રહેલા આવા લોકોને એકલતા નહી લાગે અને મનોરંજન-માનસિક હળવાશ મળી રહેશે. આ ઉપરાંત હોસ્પિટલોના આઇસોલેશન વોર્ડઝમાં એ.સી, ફ્રીઝ અને ટી.વી દાનમાં મેળવવા માટે વિધાનસભાના દંડક શ્રી પંકજભાઇ દેસાઇ એલ.જી. ઇલેકટ્રોનિકસ સાથે સંકલન કરી રહ્યા છે તેમ પણ તેમણે જણાવ્યું હત


Publish Date: 3/27/2020 00:00:00
Auther: Bharat chaudhary