News ગુજરાત


શામળાજી પોલીસે રાજસ્થાનમાંથી આવતો 90 હજારનો દારૂ ઝડપ્યો



કુલદિપ  ભાટીયા હિંમતનગર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગુજરાતમાં ઘેર ઘેર દારૂ પીવાય છે ના નિવેદને રાજકીય રંગ પકડી લીધો છે ત્યારે શામળાજી પોલીસે શામળાજી પોલીસને રાવતાવાડા નજીક રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી મેક્સ ગાડીમાંથી 90000 નો દારૂ મળી આવ્યો હતો. પોલીસને જોઈ ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે 3.90લાખનો મુદામાલ કબ્જે લઇ ફરાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર પોલીસ મહાનિર્દેશકે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલને આપેલ સુચના અનુસાર મોડાસા નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલે શામળાજી પોલીસને રાજ્યમાં દારૂની હેરાફેરી ના થાય તે માટે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવા માટે સુચના આપી હતી.શામળાજી પી.એસ.આઇ એસ.એસ.શર્મા સ્ટાફ સાથે રાજસ્થાનના ડેડલી તરફથી રાવતાવાડા તરફ આવતા વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે મેક્સ ગાડી નંબર જી.જે.04 બીઇ 5736નો ચાલક પોલીસ ને જોઈ ગાડી મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતાં 90000ની કિંમતની 684 બોટલ દારૂ મળી આવ્યો હતો. શામળાજી પોલીસે 3.90લાખનો મુદામાલ કબ્જે લઇ ફરાર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Publish Date: 10/10/2019 00:00:00
Auther: Kuldip