News ગુજરાત


 સાબરકાંઠાના સાબલી મહાકાળી મંદિરે દશેરા પવૅ ઉજવાયો



 

 કુલદિપ ભાટીયા; હિંમતનગર,

સાબરકાંઠા  જીલ્લામા આવેલ ઈડર તાલુકાનું સાબલી ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ મહાકાળી મંદિરે મહાકાલી શક્તિ સેવા મંડળ ટ્રસ્ટ આયોજીત દર વષૅની જેમ આ વષૅ પણ ભવ્ય રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતુ આ વષૅ  ૨૫ થી ૩૦ હજાર શ્રધ્ધાળુઓ  માતાજીના દશૅનનો તેમજ ગરબાનો લાહ્વો લિધો હતો મહાકાળી શક્તિ સેવા મંડળ ટ્રસ્ટ ધ્વારા મંદિરે આવનાર શ્રદ્ધાળુઓ માટે સવારથી મોડી સાંજ સુધી ચા પાણીની ખુબજ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જેતાવત જગદેવસિંહજી તરફથી બુંદી નો પ્રસાદ આપવામાં આવેલો હતો અહિ મંદિરે દર પુનમે દાતાઓ તરફથી ફરાળી ચેવડાનો પ્રસાદની પણ વહેંચણી કરવામાં આવેછે આ મંદિરનો મહિમા દિવસે દિવસે ઉત્તરોત્તર પ્રગતી તરફ પ્રયાણ કરી રહ્યો છે. અ પ્રસંગે મંદિર ટ્રસ્ટના તમામ સભ્યો તેમજ સાબલીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Publish Date: 10/10/2019 00:00:00
Auther: Kuldip