News ગુજરાત


વિસનગરના ગુંજાળામાં 13લાખનો દારૂ ઝડપાયો



જમીન નિચે દારૂ રાખવા માટે પાકું આરસીસીનું ભોયળું બનાવ્યું હતું 

 

ગુજરાતમાં દારૂના મુદે રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે ત્યારે વિસનગર તાલુકાના ગુંજાળા ગામથી મહેસાણા એલ.સી.બી.ને દશેરાના પેટ્રોલિંગ દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમીને આધારે રેડ કરતાં મગફળીના કોથળાની આઢાશમાં લવાતા વિદેશી દારૂની પેટીઓ પકડી હતી. દરમિયા ત્યાં આસપાસ તપાસમાં ભોંયરામાંથી પણ વિદેશી દારૂની પેટીઓ મળી હતી. પોલીસે 13 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો.  મહેસાણા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, ગુંજાળા ગામેથી ઉદલપુર જતા રસ્તા બાજુમાં મહેસાણાનો રાજપુત આરબસીંગ ઉર્ફે  સોનું રામવીરસીંગ અને ઠાકોર જીતેન્દ્ર શકરાજી રહે. બંને ભારતીય બનાવટનો વિદેશી દારૂ ટ્રકમાં લાવીને કટીંગ કરાવતા હોવાની બાતમી મળી હતી. જ્યારે ઠાકોર દીલીપજી લક્ષ્મણજી  રહે.  ગુંજાળા પોતાના ઘર પાસે ઊભો રહી કટીંગ ઉપર વોચ રાખતો હતો. એલ.સી.બી. પીએસઆઈ એસ.એસ.નિનામાએ રેઇડ કરતાં જી.જે.07એકસ5074માં સડેલી મગફળીના કોથળાની આડશમાંથી તથા એક્ટિવા નંબર  જી.જે.02 સી.ઇ. 7214 માંથી અલગ અલગ માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂની 301 પેટીઓમાં 7932  નંગ બોટલ કિંમત રૂ. 11,70000,  એક્ટિવા  કિંમતરૂ. 35 હજાર અને 3 મોબાઈલ કિંમત રૂ. 5 હજાર તેમજ  સડેલી મગફળીના 130 કોથળા મળી કુલ રૂ.22,10,000ના મુદ્દામાલ સાથે ઠાકોર દીલીપજી લક્ષ્મણજી ને પકડી પાડ્યો હતો. જ્યારે રાજપુત આરબસીંગ ઉર્ફે  સોનું  રામવીરસીંગ,ઠાકોર જીતેન્દ્રજી  શકરાજી, નનો અને  ટ્રક ચાલક ફીગો કારમાં ફરાર થઈ ગયા હતા.  તમામ સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુંજાળાની સીમમાં તપાસ કરતા એલસીબીને એક ભોંયરું પણ મળી આવ્યું હતું. તેમાં તપાસકરતા પોલીસને 25 પેટી ભારતીય બનાવટનો વિદેશ દારૂ મળી આવ્યો હતો. રૂ. 1.38 લાખનો દારૂ મળી આવતા વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં તેનો અલગથી ગુનો નોંધાયો હતો


Publish Date: 9/10/2019 00:00:00
Auther: Bharat chaudhary