News ગુજરાત


ઇડર નજીક 4.23 લાખના પ્રતિબંધીત પોશ ડોડા લઇને જતી ઇનોવા ગાડી ઝડપાઇ



ઇડર નજીક 4.23 લાખના પ્રતિબંધીત પોશ ડોડા લઇને જતી ઇનોવા ગાડી ઝડપાઇ

 વાઇબ્રન્ટ ન્યુઝ હિંમતનગર 

સાબરકાંઠા એલસીબી પોલીસ દ્વારા પ્રોહીબીશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં બુધવારે સવારે ખેડબ્રહ્મા હાઇવે ઉપર વિજયનગર ત્રણ રસ્તા પાસે એલસીબી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે વિજયનગર તરફથી સીલ્વર મેટાલિક કલરની નંબર પ્લેટ વગરની એક ઇનોવાગાડી ઉભી રાખી ચેકીંગ કરતાં પ્લાસ્ટીકના 12થેલા ભરેલા હતા.જેમાં તપાસ કરતાં પોશ ડોડા ભરેલા હતા જે મધ્યપ્રદેશથી વાયા ગુજરાત થઇ રાજસ્થાન લઇ જવાતા હતા.પોલીસે 4.25લાખની કિંમતના 248.900કિલોગ્રામ પોષ ડોડા કબ્જે લઇ બે વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ 1985 હેઠળ ઇડર પોલીસ મથકે ગુનો દાખલ ક્યોં છે. સાબરકાંઠા એલસીબી પીઆઈ વી.આર.ચાવડા બુધવારે સવારે તેમની ટીમ સાથે ઇડર ખેડબ્રહ્મા હાઇવે ઉપર વિજયનગર ત્રણ રસ્તા પાસે બુધવારે વહેલી સવારે વાહન ચેકિંગ કરી રહી રહ્યા હતા. આ દરમ્યાન સિલ્વર મેટાલિક કલરની નંબર પ્લેટ વગરની એક ઇનોવાગાડી વિજયનગર તરફથી આવી રહી હતી. જે ગાડી રોકી તપાસ કરતાં ગાડીમાં કાળા કલરના પ્લાસ્ટીકના 12થેલા ભરીને મુકેલા હતા.ઇનોવા ગાડીમાં કોથળા ભરેલા હોય પોલીસને શંકા જતાં તેમાં પોશ ડોડા ભરેલા હતા.પોલીસે ગાડીના ચાલક ભારૂરામ જોગારામ જાટ.રહે સનાવાડ તા.જી.બાડમેર રાજસ્થાનને પુછતાં તે આ પોષડોડા રાજસ્થાન મધ્યપ્રદેશ બોર્ડરથી નાની સાદડી ગામ નજીકથી પ્રહલાદભાઇ પટેલ નામના શખ્સ પાસેથી લઇ ગુજરાત વિજયનગર ઈડર ખેરાલું થઇ રાજસ્થાન લઇ જઇ રહ્યો હતો.પોલીસે 4.23લાખની કિંમતના 248.9કિલો પોષડોડા સાથે ઇનોવા ગાડી કબ્જે લઇ ગાડીના ચાલક અને તેને ડોડા આપનાર શખ્સ સામે ઇડર પોલીસ મથકે ગુનો દાખલ કર્યા છે. આ કેસની તપાસ ઇડર પી.આઇ.એ હાથ ધરી છે.પોશ ડોડા અફિણના છોડ ઉપરથી ઉતારવામાં આવે છે. આ રસ ગંઠાઈ જતાં તે અફીણ બને છે.


Publish Date: 12/9/2019 00:00:00
Auther: Kuldip