News ઈન્ડિયા


ગુગલને પ્લે સ્ટોરથી TIK-TOK હટાવવા આદેશ



વાઇબ્રન્ટ ન્યુઝ , મદ્રાસ હાઈ કોર્ટે દ્વારા લોકમાં ક્રેજ જગાવનાર Tik-Tok એપ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ એપ દ્વારા બાળકોની માનસિકતા પર ખરાબ અસર પડી શકે છે તેમ કહી કોર્ટે કેન્દ્ર સરકારને Tik-Tok પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો જેને પગલે સરકારે ગૂગલ અને એપલ સ્ટોરને પ્લે સ્ટોરમાંથી ટીક ટોકની એપ્લિકેશન હટાવવાનો આદેશ કર્યો છે. સરકારના આદેશ બાદ લોકો એપ ડાઉનલોડ નહીં કરી શકે. પરંતુ જે લોકો પાસે પહેલાંથી જ ટીકટોક એપ ઉપલબ્ધ છે તે લોકો આ એપનો ઉપયોગ કરી શકશે.  જસ્ટિસ રંજન ગોગોઈની આધ્યક્ષતા વાળી બેન્ચે સોમવારે મદ્રાસ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો અને સમગ્ર મામલો હજી વિચાર માંગી લે તેવો હોય સુપ્રિમ કોર્ટ 22 એપ્રિલે વધુ સુનાવણી રાખી છે.સુપ્રિમ કોર્ટના આદેશ પછી સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રાલયને Tik Tok હટાવવા આદેશ કર્યો હતો "આ એપ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેના કારણે બાળકોની માનસિકતા પર ખરાબ અસર પડી રહી છે." આ ઉપરાંત, કોર્ટે મીડિયાને આદેશ આપ્યો આ કે તેઓ આ એપથી બનાવવામાં આવેલા વિડીયો દેખાડવાનું બંધ સરકારે ગૂગલ અને એપલ સ્ટોરને પ્લે સ્ટોરમાંથી ટીક ટોકની એપ્લિકેશન હટાવવાનો આદેશ કર્યો છે. સરકારના આદેશ બાદ લોકો એપ ડાઉનલોડ નહીં કરી શકે. પરંતુ જે લોકો પાસે પહેલાંથી જ ટીકટોક એપ ઉપલબ્ધ છે તે લોકો આ એપનો ઉપયોગ કરી શકશે.  સંગીતમય નામ સાથે લોન્ચ કરવામાં આવેલ એપનું નામ બદલીને ટીકટોક રાખવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ 2019નાં પ્રારંભના ત્રણ મહિનામાં જ ટીકટોક પ્લેટફોર્મ પર 9 કરોડ નવા ભારતીય યૂઝર્સ જોડાયા હતા. જ્યારે આ એપને દુનિયાભરમાં અંદાજે 100 કરોડ કરતાં વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.


Publish Date: 4/16/2019 00:00:00
Auther: Bharat chaudhary