News ઈન્ડિયા


વડાપ્રધાન મોદીનું હાર્ટએટેકથી અવસાનની fbમાં ખોટી પોસ્ટ મુકનારની ધરપકડ



વાઇબ્રન્ટ ન્યુઝ,  ફેસબુક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હાર્ટએટેકથી અકાળે અવસાન થયું હોવાની ખોટી પોસ્ટ મૂકનાર આમ આદમી પાર્ટીના કાર્યકરની વડોદરા પોલીસે ધરપકડ કરી છે. કિશનવાડીના આમઆદમી પાર્ટીના કાર્યકર ઘનશ્યામ પરમાર સામે ભાજપ કાર્યકરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી કરી છે.બીજી તરફ આરોપીએ એપ્રિલ ફૂલ બનાવવા માટે 1 એપ્રિલે પોસ્ટ મૂકી હોવાનો બચાવ કર્યો હતો જે દલીલનો પોલીસ ઇનકાર કરી રહી છે. સોશ્યલ મિડીયાના જમાનામાં લોકો બે રોકટોક ખોટી પોસ્ટ મુકે છે અને લોકો પણ આવી પોસ્ટની સત્યતાની તપાસ કર્યા વિના જ શેર કરે છે.વડોદરા ભાજપ યુવા મોરચાના કોષ્યાધ્યક્ષ યોગેશ જેસીંગ પરમારે ફેસબુક ઉપર ઘનશ્યામ પરમારનામના શખ્સે વડાપ્રધાન નરેન્દ્રમોદીનું હાર્ટએટક આવતાં દુઃખદ અવસાન થયાની પોસ્ટ મુકતાં ફરિયાદ નોંધાવી છે. ભાજપ યુવા મોરચાના કોષાધ્યક્ષે નોધાવેલ ફરિયાદમાં 1 લી એપ્રીલના રાત્રે 12:05 વાગે ફેસબુક ઉપર હાર્ટએટેકથી ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીનું અકાળે અવસાન થયું છે તેવું લખાણ લખેલું હતું. આ સાથે વડાપ્રધાનના કોલાજ કરેલા ફોટો પણ મૂકેલા હતાં. પોસ્ટ જોઇને સ્તબ્ધ થઇ ગયેલા ભાજપના કાર્યકરો ટીવી ચાલુ કરી સમાચાર જોતા આવો કોઇ બનાવ જોવા મળ્યો ન હતો.પોસ્ટ મુકનારની પ્રોફાઇલમાં ગોગલ્સ પહેરેલા એક પુરુષનો ફોટો તેમજ ગુજરાત પોલીસનો લોગો હતો અને બાજુમાં અંગ્રેજીમાં ઘનશ્યામ પરમાર એવું લખેલું હતું. ભાજપ કાર્યકરની ફરિયાદના પગલે ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે ઘનશ્યામ પરમારની ધરપકડ કરી પૂછતાછ કરતાં પોતે આમ આદમી પાર્ટીનો કાર્યકર છે, તેણે ઇન્ટરનેટથી વડાપ્રધાનના ફોટો ડાઉનલોડ કરી પીક્સ આર્ટ નામની એપ્લીકેશનમાં ફોટો એડીટ કરી પોતે જ ફેસબુક પર પોસ્ટ કરી હોવાનું સ્વીકાર્યું હતું.


Publish Date: 4/3/2019 00:00:00
Auther: Bharat chaudhary