News ઈન્ડિયા


ચુંટણીઓ જાહેર: સાત તબક્કામાં મતદાન,23 મે પરિણામો



વાઇબ્રન્ટ ન્યુઝ , મુખ્ય ચૂંટણી અધિકારી સુનલી અરોડાએ તમામ ચૂંટણી અધિકારીઓ સાથે વિજ્ઞાનભવન ખાતે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી છે. જેમાં પંચે જણાવ્યું કે, વિવિધ રાજ્યોનાં અધિકારીઓ, રાજકીય દળો અને સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કરીને ચૂંટણી કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. અરોડાએ કહ્યું કે, 3 જૂનનાં રોજ 16મી લોકસભાનો કાર્યકાળ પુરો થશે. આ વખતે લોકસભામાં 90 કરોડ મતદારો મત આપશે. જેમાં 18 કરોડ મતદારોનો વધારો થયો છે. 23મેએ ચુંટણીના પરિણામો જાહેર કરાશે. આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસવાય કુરૈશીએ ટ્વિટર કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા છે જે મુજબ 2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસુચના 2 માર્ચ અને 2014માં અધિસુચના 5 માર્ચે થઈ હતી. એવામાં આ વખતે ચૂંટણી પંચ અધિસૂચના જાહેર કરવામાં મોડા છે. 11 એપ્રિલ પ્રથમ તબક્કા નું મતદાન 18 એપ્રિલ બીજો તબક્કો 23 એપ્રિલ ત્રીજા તબક્કા નું મતદાન 29મી એપ્રિલ ચોથા તબક્કા નું મતદાન 6 મેં 5 માં તબક્કા નું મતદાન પ્રથમ તબક્કામાં 91 બેઠક માટે મતદાન 12 મેં ના રોજ 6 તબક્કા માટે મતદાન 19 મેં ના રોજ અંતિમ તબક્કા માટે મતદાન બીજા તબક્કામાં 13 રાજ્ય 13 રાજ્ય ની 97 બેઠક માટે મતદાન. બ્રેકીંગ 7 તબક્કા માં 17 મી લોકસભા ની ચૂંટણી 543 જિલ્લા પ્રમાણે 1 ચરણ માં 91 સીટ 2 ચરણ માં 97 સીટ 3 ચરણ માં 115 સીટ 4 ચરણ માં. 71 સીટ 5 ચરણ માં 51 સીટ 6 ચરણ માં 59 સીટ 7 ચરણમાં 59 સીટ આમ 7 ચરણ માં ટોટલ 543 સીટો નું મતદાન થશે  


Publish Date: 3/10/2019 00:00:00
Auther: Bharat chaudhary