News ઈન્ડિયા


AIADMK+BJD+TRS: રાજ્યસભામાં ખરડો પસાર કરાવવા માટે આ છે ભાજપની સ્ટ્રેટેજી



નેશનલ ડેસ્કઃ મૌખિક રીતે ત્રણ તલાક દ્વારા ફારગતી મેળવવાના મુસ્લિમ સમાજના રિવાજને ગેરલાયક ઠરાવતો ખરડો લોકસભામાં પસાર કરાવ્યા પછી હવે રાજ્યસભામાં ચર્ચાનો આરંભ થઈ રહ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો આ ખરડાને સંસદની સિલેક્ટ કમિટી સમક્ષ મૂકવાની અને તેમાં સુધારા કરવાની માંગ સાથે આક્રમક તેવર અપનાવી રહ્યા છે. રાજ્યસભામાં સરકાર પક્ષે બહુમતિ પણ નથી. મતદાન કરવા માટે યોગ્ય એવા રાજ્યસભાના કુલ 244 સાંસદો પૈકી ભાજપની તરફેણમાં 98 અને કોંગ્રેસની તરફેણમાં 134 સાંસદો છે. આમ છતાં ભાજપે રાજ્યસભામાં ખરડો પસાર કરાવવા પૂરી તાકાત કામે લગાડી છે. અન્ના દ્રમુક (AIADMK)ના 13, બિજુ જનતાદળ (BJD)ના 9 અને ટીઆરએસ (TRS)ના 6 સાંસદોને જો ભાજપ ખરડાની તરફેણમાં મતદાન કરાવી શકે અથવા મતદાન વખતે ગેરહાજર રાખી શકે તો ખરડો રાજ્યસભામાં નિર્વિઘ્ને પસાર થઈ શકે.


Publish Date: 1/2/2019 00:00:00
Auther: janak chaudhary