News ઈન્ડિયા


વિંગ કમાન્ડર અભિનંદનને શુક્રવારે મૂક્ત કરાશે :ઇમરાનખાન



વાઇબ્રન્ટ ન્યુઝ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ ઉપર હુમલો કર્યો પછી ભારત સામેજોઈ લેવાની વાતો કરનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન હવે શાંતિની વાતો કરવા લાગ્યા છે.પાકિસ્તાનમાં બંધક બનાવાયેલ વિંગ કમાન્ડર અભિનંદનને શુક્રવારે મૂક્ત કરાશે તેમ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાન ને જણાવી આડકતરી રીતે તેઓ ભારત સાથે ના ટકરાવને ટાળવા તેમજ વિશ્વ સમક્ષ પાકિસ્તાન શાંતિ ઇષ્છે છે તેવો મેસેજ મોકલવાનો પ્રયાસ કર્યો છે.અલબત ભારતે પાકિસ્તાનમાં અંદર ઘુસી કરેલ હુમલા પછી પાકિસ્તાન ગભરાઈ ગયું છે અને કૂટનીતિ ચાલું કરી છે. મંગળવારે ભારતે પાકિસ્તાનમાં અંદર ઘુસી આતંકવાદી છાવણીઓ ઉપર હુમલો કરતાં સોશ્યલ મિડીયામાં ભારતીય એરફોર્સ અને મોદી છવાયેલા રહ્યા હતા.ભારતના હુમલાથી હતપ્રત પાકિસ્તાને બુધવારે ભારતની સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં ભારતીય વાયુસેનાએ તેમને ભગાડી દીધા હતા.અલબત ભારતીય વાયુસેનાનું એક ફાઇટર પ્લેન પાઇલટ સાથે ગુમ હતું.ત્યારે પાકિસ્તાન સેના દ્વારા ભારતના બે પાઇલટ તેના કબ્જામાં હોવાનું કહેવામાં આવ્યું હતું.તો સોશ્યલ મિડીયામાં ભારતના જવાનને માર મારતો લોહી લુહાણ ફોટા અને વિડીયો વાયરલ થયા હતા.પોતાની પાસે બે ભારતીય પાઇલટ હોવાનું કહેનાર ફેરવી તોળી એક જ પાઇલટ હોવાનું જણાવ્યું છે.વિડિયો અને ફોટા સોશ્યલ મિડીયામાં વાઇરલ થતાં જ દરેક દેશવાસી આ પાઇલટ હેમખેમ ભારત આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ભારતીય એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને બુધવારે સવારે ફાઇટર પ્લેન મિગ 21 થી ઉડાન ભરી હતી.પાકિસ્તાનના ફાઇટરોને ભગાડતાં અભિનંદન તેમનું પ્લેન પાકિસ્તાનની સીમામાં ઘુસ્યા હતા જ્યાં પ્લેન ક્રેશ થયું હતું અને અભિનંદનને પાકિસ્તાની સૈનિકોએ ઘેરી પકડી લીધા હતા.વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાન ના પિતા પણ એરફોર્સમાં હતા જ્યારે તેમના ભાઇ પણ એરફોર્સમાંછે .


Publish Date: 2/28/2019 00:00:00
Auther: Bharat chaudhary