News ગુજરાત


ઉદલપુર નજીક સગપણ કરી આવતા પરિવારને અકસ્માત :ચારના મોત



વાઇબ્રન્ટ ન્યુઝ , મહેસાણા વિજાપુર રોડ ઉપર ઉદલપુર નજીક ગાડીએ રીક્ષાને પાછળથી ટકકર મારતાં રીક્ષામાં બેઠેલા ચારના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.મરણજનાર બેચરાજી તાલુકાના દેલવાડા ગામના રાવળ સમુદાયના એક જ પરિવારના સભ્યો છે. જેમાં બે કિશોરો છેે. વ્યાસપાલડી સઞપણ કરી પરત જઇ રહ્યા હતા.અકસ્માતમાં એકની હાલત ગંભીર જણાતાં સારવારઅર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે.મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બેચરાજી તાલુકાના દેલવાડા (ખાંટ)ગામનો રાવળ પરિવાર મંગળવારે એક ઇકો ગાડી અને રીક્ષા લઇ માણસા તાલુકાના વ્યાસપાલડી ગામે સગપણ કરવા ગયા હતા.જ્યાંથી છોકરા છોકરીના સાટાપેટે સગપણ કરી પરત જઇ રહ્યા હતા.દરમ્યાન મહેસાણા વિજાપુર રોડ ઉપર ઉદલપુર ગુંજાળા નજીક રીક્ષાનંબર જી.જે. 02 સી.એલ. ને પાછળથી આવતી ડસ્ટન ગાડી જી.જે.18 એ.વી.1142 ટક્કર મારતાં રીક્ષામાં બેઠેલા ચારના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે એકને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.એક જ પરિવારના ચાર સભ્યોના અકાળે મોતથી સગપણ કરીને આવતા પરિવારમાં શોક સાથે રોકકળ મચી જવા પામી હતી.બનાવની જાણ થતાં જ વિસનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મૃતકોના નામ રાવળ ધીરાભાઇ સોમાભાઈ ઉં.વ 45 રાવળ નવીનભાઈ અમૃતભાઈ ઉં.વ.28 રાવળ કનુભાઈ રાજુભાઈ ઉં વ 13 રાવળ કિશનભાઇ જગદિશભાઇ ઉં.વ13


Publish Date: 12/2/2019 00:00:00
Auther: Bharat chaudhary