વાઇબ્રન્ટ ન્યુઝ , ભારત,ચીન સહિત એશિયન દેશોમાં એક તરફ જન્મદરને નિયંત્રણમાં લાવવા માટે સરકારો દ્વારા દર વર્ષે અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. વસ્તી વિસ્ફોટને કારણે એશિયન દેશોમાં અનેક સમસ્યાઓ જોવા મળે છે.ભારતમાં તો ત્રણ બાળકો હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માં ઉમેદવારી પણ કરી શકાતી નથી ત્યારે યુરોપના હંગેરીમાં ત્રણ બાળકો પેદા કરનારને 26 લાખનું દેવું માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હંગેરીના પ્રધાનમંત્રી વિક્ટર ઓર્બને દેશમાં બહારના લોકોની નિર્ભરતા ઘટાડવા અને હંગેરીને બચાવવા માટે સાત સુત્રી યોજના જાહેર કરી છે.એક કરોડની વસ્તી ધરાવતા હંગેરીમાં દર વર્ષે વસ્તીમાં 32000 નો ઘટાડો થાય છે.ત્યારે સરકાર દ્વારા હંગેરીયન પ્રજામાં જન્મદરને પ્રોત્સાહન આપવા માટે યુવા કપલને 26 લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે.જેમાં યુગલને ત્રણ બાળકો થાય તો આ લોન માફ કરી દેવામાં આવશે.આ ઉપરાંત ત્રણથી વધુ બાળકો હશે તો મહિલાને આજીવન ટેક્ષમાં છુટ આપવામાં આવશે. અગાઉ હંગરીમાં બેઘર લોકોને દેશમાં રસ્તા પર રાત રોકાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. હંગરીની સંસદે 20 જૂને બંધારણમાં સંશોધન કરી હંમેશાં સાર્વજનિક સ્થળ પર નિવાસ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.