News ઈન્ડિયા


67 વર્ષના પુરૂષના 24વર્ષની યુવતિ સાથે લગ્ન :નવદંપતિને પોલીસ રક્ષણ આપવા હુકમ



વાઇબ્રન્ટ ન્યુઝ, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સંગરુરના પંજાબમાં 67 વર્ષના વૃધ્ધે 24 વર્ષની યુવતિ સાથે લગ્ન કરતાં આ મુદો સોશ્યલ મિડીયામાં ચર્ચાસ્પદ બની રહ્યો છે.બીજી તરફ  આ દંપતીએ તેમના સગાસબંધીઓથી જીવનું જોખમ હોવાનું જણાવી હાઇકોર્ટમાં દાદ માંગતા પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ પંજાબ પોલીસને  નવદંપતિને પોલીસ પ્રોટેકશન આપવા હુકમ કર્યો છે. બલિયાં ગામના  67 વર્ષના શમશેર અને  24 વર્ષની નવપ્રીતે  કોરે ચંદીગઢના ગુરુદ્વારામાં લગ્નગ્રંથિથી જોડાયા બાદ આ નવદંપતિના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર ફરતી થતા જ તેમને સબંધીઓ તરફથી ધમકીઓ મળવા લાગી હતી.  ઉંમરની દૃષ્ટિએ આ 'વિચિત્ર' લગ્નના સબંધીઓએ વિરોધમાં કરતાં  નવદંપતિએ તેમના જીવનું જોખમ હોવાનું હાઇકોર્ટનો જણાવ્યું હતું.દંપત્તિના વકીલે મુજબ 'આ એક જૂના લગ્ન છે અને પરિવાર આ સંબંધો સ્વીકારતો નથી. આથી આ દંપત્તિ કોર્ટમાં ગઇ છે. તેમણે જીવન સામે ખતરો હોવાનું રક્ષણની માગણી કરી છે. એ પછી કોર્ટે પોલીસને તેમના જીવનની સલામતી આપવાની સૂચના આપી છે.'  


Publish Date: 8/2/2019 00:00:00
Auther: Bharat chaudhary