News ઈન્ડિયા


ભારતમાં વોટસએપ થઇ શકે છે બંધ



ભારતમાં વોટસએપ થઇ શકે છે બંધ વાઇબ્રન્ટ ન્યુઝ, દુનિયામાં સૌથી વધુ વોટસપ યુઝર્સ ધરાવતા ભારતમાં વોટસપથી ખોટા મેસેજ વાયરલ કરી ઝડપથી અરાજકતા કે કોઇની બદનક્ષી થઇ શકે છે.આ કારણે જ વોટસપે ભારતમાં મેસેજ મોકલવા પાંચની મર્યાદા કરી છે.દુનિયામાં વોટસપના 1.5 અરબમાંથી 20 કરોડો યુઝર્સ ભારતમાં છે ત્યારે હવે એક શરતને લઇ ભારતમાં વોટસપની વર્તમાન સેવા બંધ થઈ શકે છે. ભારત સરકારે વોટ્સએપ સામે કેટલીક શરતો રાખી છે કે કંપનીએ વોટ્સએપ મેસેજ અંગે સરકારને કયો મેસેજ ક્યાંથી વાઇરલ થઇ રહ્યો છે અને તેને સૌથી પહેલા કોણે મોકલ્યો તે માહિતી આપવાની રહેશે. વોટ્સએપને આ શરત માન્ય નથી. આ અંગે વોટ્સએપનું કહેવું છે કે, તેઓ ડિફોલ્ટ રૂપથી જ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન ટેક્નિકનો યૂઝ કરી રહ્યા છે. તેવામાં તેઓ પણ મેસેજ નથી વાંચી શકશો, કારણ કે એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શનનો અર્થ છે કે, મેસેજ મોકલનાર અને પ્રાપ્ત કરનારની વચ્ચે જ રહે છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં વોટ્સએપના કોમ્યુનિકેશન પ્રેસિડન્ટ કાર્લ વૂગે કહ્યું કે, સરકારે જે રજૂઆત કરી છે તેમાંથી સૌથી ચિંતાજનક વિષય મેસેજ ક્યાંથી મોકલવામાં આવ્યા અને તેમાં શું મોકલવામાં આવ્યું તે જાણવાનો છે. જો વોટ્સએપમાં એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન જ નહીં રહે તો તે કોઇ કામનું નહીં રહે અને તેની પ્રાઇવસી ખતમ થઇ જશે. વાસ્તવમાં એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન હોવાના કારણે સરકાર માટે એ શોધવું મુશ્કેલ છે કે અફવા ફેલાવતો મેસેજ ક્યાંથી આવ્યો અને તેને કોણ ફેલાવી રહ્યું છે. સરકારનું કહેવું છે કે, હિંસા ફેલાવવા અને લોકોને ઉશ્કેરણીભર્યા મેસેજ વોટ્સએપ પર ફેલાતા અટકાવવા માટે આ નિયમનું પાલન કરવું જરૂરી રહેશે. વોટ્સએપનું કહેવું છે કે, ભારતમાં ઇલેક્શન પહેલા પોલિટિકલ પાર્ટીઓ વોટ્સએપનો ખોટો ઉપયોગ કરી રહી છે, જો કે, કંપનીએ તે પાર્ટીઓનું નામ જણાવવાનો ઇનકાર કરી દીધો છે.


Publish Date: 7/2/2019 00:00:00
Auther: Bharat Chaudhary