News ગુજરાત


સ્ટેચ્યુ ઓફ યુનિટીની રોજની 24 લાખની આવક;80 દિવસમાં અધધ 19 કરોડ આવકવાઇબ્રન્ટ ન્યુઝ , ગુજરાતની કેવડીયા કોલોની ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પ્રવાસિઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતાં લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકાર્પણ કરેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ૮૦ દિવસમાં ૮.૧૨ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.જેનાથી સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને ટિકિટોથી લગભગ ૧૯.૦૯ કરોડની એટલેકે રોજની સરેરાશ 24 લાખની આવક થઈ છે. ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડીયા કોલોની ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાપર્ણ કર્યુ હતું. પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટનો દર રૃ.૩૫૦થી ૧,૦૦૦ છે. ગત ૩૧ ઓક્ટોબરથી ૩૧મી જાન્યુઆરી દરમિયાન ૮.૧૨ લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. જેમાં નવેમ્બરમાં ૨.૭૯ લાખ મુલાકાતીઓથી ૬.૩૯ કરોડ ટિકિટની આવક, ડિસેમ્બરમાં ૨.૫૦ લાખ મુલાકાતીઓથી ૫.૭૦ કરોડ અને જાન્યુઆરીમાં ૨.૮૩ લાખ મુલાકાતીઓથી ૭.૪૨ કરોડ આવક સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સંચાલન કરતી સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને થઈ છે. ઉલ્લખેનીય છે કે, ૮૦ દિવસમાં જ કુલ ૮.૧૨ લાખ મુલાકાતીઓ થકી ૧૯.૦૯ કરોડની આવક મેળવી છે.જે રોજની સરેરાશ 24 લાખ રૂપિયા થવા જાય છે.


Publish Date: 6/2/2019 00:00:00
Auther: Bharat Chaudhary