News ગુજરાત


હાર્દિક પટેલેની લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાતવાઇબ્રન્ટ ન્યુઝ , ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલ પાટીદાર અગ્રણી હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના લખનૌમાં એક સભામાં તે અગામી લોકસભાની ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું.અત્યાર સુધી રાજકારણમાં નથી આવવાનો તેવું કહેનાર હાર્દિકે કહ્યું કે, વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી લડવા માટે મારી ઉંમર ઓછી પડી હતી. પરંતુ હવે હું ૨૫ વર્ષનો થઈ ચૂક્યો છું જેથી લોકસભાની આવનારી ચૂંટણી હું જરૂરથી લડીશ. જો કે હાર્દિક પટેલે તે ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. પાટીદાર અનામત આંદોલન થકી પાટીદાર નેતા તરીકે ઉભરી આવેલ હાર્દિક પટેલે હવે રાજકારણમાં ઝંપલાવશે.લખનૌમાં હાર્દિકે પોતે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ચુંટણી લડવાની જાહેરાત કરતાં હાર્દિકે કહ્યું કે, ‘સમગ્ર દેશમાં ભારતીય બંધારણને બચાવવા માટે ઝુંબેશ ચાલી રહી છે. દેશને બચાવવા માટે ભાજપને હટાવવાની માંગ ચાલી રહી છે. તેથી હું ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી જરૂરથી લડીશ.’  હું ક્યારેય ચૂંટણી નહીં લડું. હું ફક્ત મારા સમાજ માટે લડી રહ્યો છું. થોડા સમય પહેલા એક જનસભાને સંબોધતા તેણે કહ્યું હતું કે, વાત ભાજપ કે કોંગ્રેસની નથી પણ વાત મારા ગુજરાતના છ કરોડ લોકોની જનતાની છે. થોડા સમય પહેલાં જ પાસનું નેતૃત્વ અલ્પેશ કથેરીયાને સોંપતાં જ હાર્દિક ચુંટણી લડશે તેવી અટકળો તેજ બની હતી . અલબત હાર્દિક પટેલ ક્યાંથી ચુંટણી લડવાની છે તે જાહેર ન કરતાં બેઠકને લઇ અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે જેમાં અમરેલી કે મહેસાણા બેઠક ની ચર્ચાઓ જોરમાં છે.તો વળી હાર્દિક કોંગ્રેસમાંથી ચુંટણી લડશે કે અપક્ષ તે પણ નક્કી નથી .અલબત હાલ તો હાર્દિકની ચુંટણી લડવાની જાહેરાતથી રાજકીય ગરમાવો આવી ગયો છે.


Publish Date: 6/2/2019 00:00:00
Auther: Bharat chaudhary