News વર્લ્ડ


ક્રિપ્ટોકરન્સીના સીઇઓના મોતથી રોકાણકારો947 કરોડો ફસાયા



વાઇબ્રન્ટ ન્યુઝ, વિશ્વમાં હાલ ડિજીટલ નાણાં બિટકોઇન ભારે આકર્ષણ જગાવ્યું છે અને ભારત સહિત દુનિયાભરમાં બિટકોઇનમાં લોકો રોકાણ કરી રહ્યા છે ત્યારે કેનેડાની એક ક્રિપ્ટોકરન્સી ફર્મ ક્વાડ્રિગાના ફાઉન્ડર અને સીઇઓનું મૃત્યુ થતા રોકાણકારોના 974 કરોડ રૂપિયાની કિંમતની ક્રિપ્ટોકરન્સી ફ્રીઝ થઇ ગઇ છે. કરન્સી અનલોક કરવાનો પાસવર્ડ માત્ર કોટેન પાસે હતો. ત્યારે તેમના મૃત્યુ પછી તેમની પત્નીએ કોર્ટમાં જણાવતાં આ અહેવાલો બહાર આવ્યા છે. કેનેડાની ક્રિપ્ટોકરન્સી ફર્મ ક્વાડ્રિગાના ફાઉન્ડર અને સીઇઓ ડિસેમ્બર માસમાં ભારતમાં અનાથ બાળકો માટે કામ કરવા આવ્યા હતા.જ્યાં કોટેનનું મૃત્યું થયું હતું. કંપનીએ નોવા સ્કોટિયા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે, તેમને મંજૂરી આપવામાં આવે જેથી તેઓ પોતાની આર્થિક સમસ્યાનો ઉકેલ લાવી શકે. કંપનીએ જણાવ્યું હતું કે, ગત કેટલાક સપ્તાહથી અમે આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવાના અનેક પ્રયાસ કરી રહ્યા હતા. અમારે અમારા યુઝર્સને તેમના ડિપોઝિટ મુજબ નાણાં આપવાના છે પરંતુ અમે આવું કરવામાં અસમર્થ છીએ કેમકે અમે એકાઉન્ટ જ એક્સેસ કરી શકતા નથી. ક્વાડ્રિગા દ્વારા બિટકોઈન, લાઈટકોઈન અને ઈથ્રીરિયમ કોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરી શકાય છે. તેના લોક થવાના કારણે 1.15 લાખ યુઝર્સને અસર થઈ છે. કંપનીના 3.63 લાખ રજિસ્ટર્ડ યુઝર્સ છે. કોટેનની પત્ની જેનિફર રોબર્ટસને કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે જેમાં કોટેનના મુખ્ય કમ્પ્યૂટરને માત્ર ફિઝિકલી એક્સેસ કરી શકાય છે અને આનો પાસવર્ડ માત્ર કોટેન જ જાણતા હતા. પરંતુ તેમના મોત બાદ હવે આ તમામ ક્રિપ્ટોકરન્સી ફસાઇ ગઇ છે. જેનિફરનું કહેવું છે કે, ઘરમાં પણ ઘણું શોધ્યા પછી ક્યાંય પાસવર્ડ લખેલો મળ્યો નથી. એક્સપર્ટ સાથે પણ વાત કરી પરંતુ કોટેનના બીજા કોમ્પ્યૂટરમાંથી અમુક કોઈન રિકવર થઈ શક્યા છે. એક્સપર્ટ પણ મુખ્ય કોમ્પ્યૂટર એક્સેસ કરી શક્યા નથી. 


Publish Date: 6/2/2019 00:00:00
Auther: Bharat chaudhary