News ગુજરાત


પોલીસ ભરતીના પરિણામની અફવા વાયરલ



વાઇબ્રન્ટ ન્યુઝ, તાજેતરમાં જ રાજ્યમાં પોલીસ લોકરક્ષકની પરીક્ષામાં પેપર ફુટ્યા પછી રદ થયેલ પરીક્ષા તા.૦૬/૦૧/૨૦૧૯ નારોજ લેવામાં આવી હતી.જે પરીક્ષાના લેખિત ઉમેદવારે પોતાના ગુણ જોવા માટેની વેબસાઇટ ની લીંક વાયરલ થઇ છે.અલબત પરિણામ જાહેર થયું ન હોવાનું બહાર આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા લોકરક્ષકની પરીક્ષામાં પેપર ફૂટતાં છેલ્લી સરકાર દ્વારા રદ કરાઇ હતી જે 6જાન્યુઆરીએ લેવામાં આવી હતી .આઠ લાખ જેટલા લોકોએ આ પરિક્ષા આપી હતી.દરમ્યાન મંગળવારે આ ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર થયું હોય ઉમેદવારોએ તેમના માર્કસ જોવા માટે https://www.lrbgujarat લીંક વાયરલ થઇ છે.અલબત આ લીંક ખોટી હોવાનું અને પરિણામ જાહેર ન થયું હોવાનું ભરતી બોર્ડ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે ત્યારે ફરી એક વાર લોક રક્ષકની ભરતી વિવાદમાં આવી છે.


Publish Date: 5/2/2019 00:00:00
Auther: Bharat chaudhary