News ઈન્ડિયા


મહિલાની મહિલા ઉપર બળાત્કારની ફરિયાદ



વાઇબ્રન્ટ ન્યુઝ, દેશમાં સજાતીય સબંધો ને કાયદેસરતા મર્યા પછી દિલ્હીમાં એક મહિલાએ બીજી મહિલા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે જેમાં પીડિતાએ આરોપ મૂક્યો હતો કે આરોપી મહિલાએ તેની કમર પર એક બેલ્ટ થકી પુરુષનું કૃત્રિમ ગુપ્તાંગ બાંધ્યું હતું અને એ પછી તેની સાથે બળજબરીથી ગુદા મૈથુન કર્યું હતું.આ કેસમાં પોલીસે આઇપીસીની કલમ ૩૭૭ હેઠળ મહિલાની ધરપકડ કરી તિહાર જેલમાં મોકલી છે.   દિલ્હીમાં કામ અર્થે આવેલી મહિલા ઉપર ગત સપ્ટેમ્બર ઓક્ટોબરમાં યુવતિએ કમળ ઉપર બેલ્ટ સાથે પુરૂષનું કૃત્રિમ લીંગ લગાવી તેની સાથે સબંધ બાંધ્યો હતો. અને ગુદા મૈથુન કર્યું હતું.પીડિતાએ ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ સામે જુબાની પછી પોલીસે ૧૯ વર્ષીય યુવતિની ધરપકડ કરી હતી. આરોપી સામે પ્રિવેન્શન ઓફ ઇમ્મોરસ ટ્રાફિકિંગ એક્ટની જોગવાઇઓ અને આઇપીસીની કલમ ૩૭૭ હેઠળ આરોપો મૂકાયા છે. દેશમાં અગાઉ સજાતીય સબંધો ગુનો ગણાતો હતો પરંતુ સુપ્રિમકોર્ટે ની બંધારણીય બેન્ચે એક જ પ્રકારની ઇન્દ્રિય ધરાવતા લોકો વચ્ચે સંભોગ એ ગુનો નથી ઠરાવ્યું હતું.સુપ્રિમ કોર્ટના હુકમ પછીદેશમાં પહેલીવાર મહિલા દ્વારા મહિલા ઉપર બળાત્કાર કરવાની ફરિયાદ નોંધાતા ચર્ચાઓ જગાવી છે.  


Publish Date: 5/2/2019 00:00:00
Auther: Bharat chaudhary