News વર્લ્ડ


ચિનનું અંતરિક્ષમાં મિશન કૃષિ ચંદ્ર ઉપર કપાસ વાવ્યો હવે બટાકા ની તૈયારી



વાઇબ્રન્ટ ન્યુઝ , ઔધોગિકરણ અને વસ્તી વિસ્ફોટને કારણે પૃથ્વી ઉપર દિવસે દિવસે ખેતીની જમીન ઓછી થઈ રહી છે.જીવસૃષ્ટિ માટે ખેતી એ અનિવાર્ય છે અને ઔધોગિકરણથી ભવિષ્યમાં ખેત ઉત્પાદનની વિકરાળ સમસ્યા ઉભી થઈ શકે છે ત્યારે ચિને ચંદ્ર ઉપર કપાસનો છોડ ઉછેરવામાં સફળતા મેળવી છે હવે ચંદ્ર ઉપર ખેતીનો વિકાસ થાય તો નવાઈ નહીં. હોલીવુડની ફિલ્મ માર્શિયનમાં જીવ બચાવવા માટે પાણી અને ઓક્સિજન વગરના મંગળગ્રહ ઉપર બટાકાનું વાવેતર કરતો બતાવામાં આવ્યો છે.ત્યારે આ ફિલ્મી કલ્પના હવે વાસ્તવિકતા બનવા જઈ રહી છે.પૃથ્વી બહાર અંતરિક્ષમાં જીવનની સંભાવનાઓ માટે અનેક દેશો સંશોધન કરી રહ્યા છે ત્યારે ત્યાં ચીને ચંદ્ર પર કપાસની ખેતી કરવામાં સફળતા મેળવી દુનિયાને ચોકાવી દીધી છે. ચીન તરફથી ચંદ્ર પર મોકલવામાં આવેલા રોવર પર કપાસના બીજ રોપવામાં આવ્યા છે. આવું ઈતિહાસમાં પહેલી વખત બન્યું છે કે જ્યારે કોઈ દેશે દુનિયાથી દૂર જઈ ચંદ્ર પર કોઈ છોડ રોપ્યોવિજ્ઞાનીઓએ મંગળવારના રોજ આ અંગેની જાણકારી આપી હતી. કપાસ બાદ હવે ચીન ચંદ્ર પર બટાકાની ખેતી કરે તેવી પણ આશા છે. ચોઈકિંગ યુનિવર્સિટીના એડવાન્સ ટેક્નોલોજી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરેલા ફોટોગ્રાફ્સની સીરીઝ અનુસાર, ‘ચાંગ E-4ના આ મહીને ચંદ્ર પર ઉતર્યા બાદ બીજને એક ડબ્બામાં જાળીવાળા માળખાની અંદર ઉગાડ્યું છે’હોય. .આ પ્રયોગની ડિઝાઈન કરવાની આગેવાની લેનારા શાઈ ગેંગશિને કહ્યું કે, ‘આવું પહેલી જ વખત બન્યું છે, જ્યારે માણસે ચંદ્રની સપાટી પર જીવવિજ્ઞાનમાં આ છોડવાઓના વિકાસ માટે કોઈ પ્રયોગ કર્યો હોય.’ અંતરિક્ષ ક્ષેત્રમાં મહાશક્તિ બનવા માટે ચીનની મહત્વકાંક્ષા વધારવા માટે ચાંગ E-4 ૩ જાન્યુઆરીના રોજ ચંદ્રના સૌથી દૂરના હિસ્સામાં ઉતર્યું હતું. આ પ્રાકૃતિક ઉપગ્રહ ક્યારેય નહીં દેખેલા હિસ્સા સુધી પહોંચવાવાળુ પહેલું અંતરિક્ષયાન બની ગયું


Publish Date: 5/2/2019 00:00:00
Auther: ભરત ચૌધરી