News ગુજરાત


ઠાકોર સમાજની ચાર યુવતિઓની એકસાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ



વાઇબ્રન્ટ ન્યુઝ , થરાદના દેવીપુરા પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં એક સાથે ચાર યુવતિઓએ મોતની છલાંગ લગાવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ચારે યુવતિઓ વાવ તાલુકાના દેથળી ગામની ઠાકોર સમાજની હોવાનું મનાય છે.બનાવને પગલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી ગયા છે.બીજી તરફ કેનાલ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે.વહીવટતંત્રએ તરવૈયાઓની મદદ લઇ શોધખોળ હાથ ધરી છે. થરાદના દેવીપુરા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ઉપર ચાર યુવતિઓના ચપ્પલ સાથે સ્યુસાઇડ નોટ મળી આવતાં દોડધામ મચી જવા પામી છે.વાવ તાલુકાના દેથળી ગામની ઠાકોર સમાજની બે યુવતીઓને બીમારી થતાં અંતિમ પગલું ભર્યું હોવાનું અને આ બંન્ને બહેનપણીઓના વિરહમાં અન્ય બે બહેનપણીઓએ પણ અંતિમ માર્ગ અપનાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું લખ્યું છે. યુવતીઓ ડૂબી હોવાના મેસેજ મળતાં જ તંત્રએ સ્થાનિક તરવૈયાઓને કેનાલમાં શોધખોળ માટે ઉતાર્યા છે.બીજી તરફ આ ચાર યુવતિઓએ સામુહિક આત્મહત્યા કરવાની વાત વાયુવેગે ફેલાતાં લોકોના ટોળે ટોળા કેનાલ ઉપર ઉમટી પડયાછે.એક સાથે 4 યુવતીઓ ના મોતના અહેવાલોને પગલે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવી શોધખોળ હાથ ધરી છે.ઘટના સ્થળેથી મીનાક્ષી નામની યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટ મળી છે જેમાં સ્યુસાઇડ નોટ લખનાર મીનાક્ષી ને વાલ્વ,ની બીમારી હોવાનો ઉલ્લેખ કરાયો છે.જ્યારે મીનાક્ષી ની સાથે અન્ય ત્રણ બહેનપણીઓ શિલ્પા,જમના અને હકી નો પણ સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમની આત્મહત્યા ના પગલા માટે કોઈ જવાબદાર ન હોવાનું પણ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે.


Publish Date: 4/2/2019 00:00:00
Auther: Bharat chaudhary