News ગુજરાત


આડાસબંધે માંડી રાત્રે રામપુરા કુકસમાં ખુની ખેલ ; બેની હત્યાવાઇબ્રન્ટ ન્યુઝ મહેસાણા, જિલ્લાના રામપુરા કુકસ ગામમાં પરિણિતા સાથેના આડા સબંધોને લઇ ઠપકો આપતાં મામલો બિચકયો હતો .જ્યાં આ મુદે માંડી રાત્રે હથિયારો લઇ બે જુથો સામ સામે આવી જતાં બે યુવકોના મોત નિપજ્યા છે.બીજી તરફ બનાવની જાણ થતાં જ રામપુરા ગામમાં પોલીસ ખડકી દેવામાં આવી છે.પોલીસે બંન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લાવી આ બનાવ અંગે દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા તાલુકાના રામપુરા કુકસમાં રવિવારે રાત્રે ઠાકોર સોમાજી પુંજાજીને ગામની પરિણીતા સાથે આડાસંબંધો હોય આ મુદે ઠપકો આપ્યો હતો.જયાં મામલો બિચકતાં સોમાજી પુંજાજી ઠાકોર તેમના સાગરીતો સાથે હથિયારો સાથે હુમલો કરતાં બે જુથો સામ સામે આવી ગયા હતા. માંડી રાત્રે અંધારામાં થયેલ આ જુથ અથડામણમાં અર્જુનજી અગરજી ઠાકોર અને ગણેશજી નેનાજી ઠાકોર ઉપર ધાતકી હથિયારથી હુમલો કરતા આ બંનેના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં જ જિલ્લાભરની પોલીસ રામપુરા ગામમાં દોડી આવી હતી અને પરિસ્થિતિ ને નિયંત્રણમાં લઇ ગામમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતાં રામપુરા પોલીસ છાવણીમાં ફેરવાય ગયું છે.પોલીસે બંન્ને મૃતદેહો ને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ જઇ આ બનાવ અંગે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.બીજી તરફરામપુરા ગામમાં રાત્રે ખેલાયેલા આ ખુની ખેલને લઇ અજંપાભરેલી સ્થિત ઉભી થઈ છે.


Publish Date: 4/2/2019 00:00:00
Auther: Bharat chaudhary