News ગુજરાત


મહેસાણા: રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોનાં ઝેરી ગેસથી મોત.મહેસાણા તાલુકાના મંડાલી હાઇવે પર ટુંડાલીની સીમમાં આવેલી સોમેશ્વર જીઆઇડીસીમાં રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં સોમવારે રાત્રે સોડિયમ બ્રોમાઇડ નામનું કેમિકલ ભરેલી ટાંકી સાફ કરતી વખતે ટાંકીમાં બીજુ મટિરિયલ હોવાના કારણે ગેસનું પ્રેશર વધતાં થયેલા ઝેરી ધુમાડાને કારણે બેભાન થઇ ગયેલા 3 શ્રમિકોનાં મોત થયા હતા. જ્યારે કંપનીના માલિક સારવાર હેઠળ છે. આ દુર્ઘટના અંગે કંપનીના માલિકો કેમિકલ પ્રક્રિયાના કારણે મૃત્યુ નિપજી શકે છે તેવું જાણતા હોવા છતાં કોઇ સલામતીના સાધનો તેમજ સલામતી નહીં રાખી ગંભીર બેદરકારી દાખવી હોવા અંગે કંપનીના માલિક રવિભાઇ પટેલ અને મિતુલ મિસ્ત્રી તેમજ તપાસમાં જે નીકળે તે તમામ વિરુદ્ધ કલમ 304 (સાપરાધ મનુષ્યમંડાલી હાઇવે પર ટુંડાલી સીમમાં આવેલી સોમેશ્વર જીઆઇડીસીમાં 12 નંબરના પ્લોટમાં આવેલી રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં સોમવારે રાત્રે સોડિયમ બ્રોમાઇડ નામનું કેમિકલ ભરેલું ટેન્કર (જીજે 01 ડીવાય 7723) આવ્યું ત્યારે શ્રમિક રામસીંગ, ઉત્તમકુમાર મિશ્રા અને પુખરાજ સંપાજી ટાંક અહીં સ્ટોરેજ ટાંકીમાં ખાલી કરતા હતા, માલિક રવિ પટેલ પણ હાજર હતા. આ સમયે ટાંકીમાં બીજુ મટિરિયલ હોવાના કારણે રીએક્શન થવાથી ગેસનું પ્રેશર થતાં ચારે જણા ઝેરી ધુમાડાના કારણે બેભાન થઇ ગયા હતા. જેમને અર્ધબેભાન હાલતમાં ખાનગી દવાખાનામાં લઇ જવાયા હતા. જ્યાં 3 શ્રમિકોને તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે લાંઘણજ પોલીસમાં મૃતક રામસીંગના ભાઇ દિનેશ રાવણાએ ફેકટરી માલિક રવિ પટેલ અને મિતુલ મિસ્ત્રી (રહે. મંડાલી) સામે ફરિયાદ નોંધાવી હતી. મૃતકોના નામ · રામસીંગ વેનારામ રાવણા (રાજપુત) (28) રહે. રણોદર, તા.શીતલવાના, જિ.જાલોર, · ઉત્તમકુમાર મિશ્રારામ ગવારીયા (22) રહે.ટાપી, તા.ચીતલવાના, જિ.જાલોર, રાજસ્થાન · પુખરાજ ટાંક (38) રહે.રાનીવાડા છોટા રાનીવાડા એરિયા, જિ.જાલોર, રાજસ્થાન 36 કલાક પછી તપાસ -- એફએસએલ, પ્રદૂષણ નિયંત્રણ વિભાગ અને પોલીસ આજે સાથે તપાસ કરશે આ ઘટના અંગે મહેસાણા જિલ્લા એફએસએલ અધિકારી ચિરાગભાઇ પટેલે કહ્યું કે, ઘટના સ્થળે ગયા હતા, પરંતુ ટાંકા પર ચઢવા સહિતની સેફ્ટીનાં સાધનો ન હોઇ બુધવારે પ્રદૂષણ નિયંત્રણ વિભાગ સાથે મળીને તપાસ કરીશું. હાલમાં પ્રાથમિક ધોરણે કંઇ કહી શકાય નહીં. તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી મહેસાણાના અધિકારી જે.ડી. પ્રિયદર્શનીએ જણાવ્યું કે, પોલીસ સાથે સંયુક્ત રીતે બુધવારે સ્થળ મુલાકાત લઇ તપાસ કરાશે. પ્રદૂષણને લગતા માપદંડોને લઇને તપાસણી પછી જ કહી શકાય. હું રજા પર હોઇ વિભાગની ટીમને જરૂરી તપાસની સૂચના આપી છે. સલામતીનાં કોઇ સાધનો જ ન હતાં ફેક્ટરીમાં ગમે તે સમયે દુર્ઘટના બને તેવા સંજોગોમાં અહીં ફાયર તો ઠીક મજૂરોને ટાંકી સાફ કરવા સહિતની કામગીરી માટે પ્રાથમિક રીતે જરૂરી એવા ગ્લોઝ કે અન્ય કોઇ સલામતીનાં સાધનો પણ ન હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ આ ફેક્ટરી ગેર કાયદેસર ચાલતી હોવાનુ બહાર અવ્યું છે.


Publish Date: 2/3/2021 00:00:00
Auther: BHARAT CHAUDHARI