News ગુજરાત


પ્રતિકાર રેલી પહેલાં જ કોંગ્રેસ અગ્રણીઓની અટકાયતકોંગ્રેસ દ્વારા ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર થયેલ ગેંગરેપના વિરોધમાં બુધવારે કોચરાબ આશ્રમથી પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અલબત્ત આ રેલીને મંજૂરી આપવામાં આવી નથી બીજી તરફ રેલીમાં જોડાવા આવેલ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા સહિત ના કોંગ્રેસી અગ્રણીઓની અટકાયત કરવામાં આવી છે ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઘટનાના વિરોધમાં અમદાવાદમાં પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હજી સુધી કોંગ્રેસની આ રેલીને મંજૂરી મળી નથી. રેલીમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકરોનો કોંગ્રેસ ઓફિસ પર જમાવડો થઈ રહ્યો છે. ટ્રાફિક- પોલીસે આ રેલીને લઈને કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ બપોરે 12થી સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દીધો છે અને વાહનવ્યવહાર માટે નવા બે વૈકલ્પિક રસ્તાની જાહેરાત કરી છે. બીજી તરફ, રેલીમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત 65 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ રેલીમાં ભાગ લેવા આવે એ પહેલાં જ તેમના નિવાસસ્થાનેથી તેની અટકાયત કરવામાં આવી છે. એ ઉપરાંત કોંગ્રેસના 4 મહિલા કાર્યકર સહિત ધારાસભ્ય શૈલેશ પરમારની પણ અટકાયત કરવામાં આવી છે તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને નજરકેદ કરવામાં આવ્યા છે.


Publish Date: 9/8/2020 00:00:00
Auther: Bharat chaudhary