News ગુજરાત


એમ.એન.કોલેજના પુર્વ પ્રિન્સિપાલ ડો.એમ.આઇ.પટેલનું નિધન



મા સરસ્વતીના સાચા સાધક, યુવા ચેતનાના પ્રખર હિમાયતી, સામાજિક સંવેદનાના ઉત્તમ ઉદ્દબોધક, યુવા કારકિર્દી ઘડતરના માર્ગદર્શક, વ્યક્તિત્વ વિકાસના સાચા પથદર્શક, શ્રેષ્ઠ વક્તા, આદર્શ શિક્ષણવિદ્દ, સામાજિક સેવક અને તત્વચિંતક એવાએમ.એન.કોલેજના પુર્વ પ્રિન્સિપલ ,આદરણીય ડૉ. એમ. આઈ. પટેલનું 26 સપ્ટેમ્બર ને સોમવારે રાત્રે 73 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું છે. 73 વર્ષની ઉંમરે પણ મનથી યુવાન ડો.એમ.આઇ.પટેલ ના નિધનથી શૈક્ષણિક નગરી વિસનગરે એક હરતી ફરતી યુનિવર્સિટી ગુમાવી છે. ડો.એમ.આઇ.પટેલ જેમને સાંભળવા એક લ્હાવો ગણાતો હતો.મુળ ઉંઝા તાલુકાના હાજીપુર ગામના વતની ડો.એમ.આઇ.પટેલે પ્રાથમિક કેળવણી કરલી ગામમાં મેળવ્યા પછી વિસનગરની જી.ડી.હાઇસ્કુલ અને એમ.એન.કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી રાજકોટમાં અધ્યાપક તરીકે જોડાયા હતા. 1994માં જી.પી.એસ.સીની ક્લાસ વનની પરિક્ષા પાસ કરી ભુજની સરકારી કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા હતા. ત્યાર પછી 1998માં તેમને જ્યાં કેળવણી લીધી હતી તે માતૃસંસ્થા એમ.એન.કોલેજમાં પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી લીધી હતી અને 2010માં તેઓ એમ.એન કોલેજમાંથી જ નિવૃત થયા હતા.યુવાનોમાં રાષ્ટ્ર ઘડતર અને સમાજ ઘડતરના બીજ રોપનાર ડો.એમ.આઇ.પટેલના પરિવારમાં ત્રણ પુત્રો છે. એમ.એન.કોલેજમાં પ્રિન્સિપાલની સાથે સાથે ડો.એમ.આઇ.પટેલે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકે પણ ફરજ બજાવી હતી.તો પી.એચ.ડી ના ગાઇડ તરીકે અનેક વિધાર્થીઓને સંશોધનમાં માર્ગદર્શન પુ. તૈયારી કરતા સમાજના યુવાનોને માર્ગદર્શન આપતા હતા અને તેમના જ્ઞાનનો લાભ લઇ સમાજના અનેક યુવાનો આજે સરકારી નોકરીમાં જોડાયા છે. યુવાનો માટે પથદર્શક ,કાઉન્સેલીંગ અને મોટીવેશનલ સ્પીકર ડો.એમ.આઇ.પટેલ.ફક્ત પુસ્તકીયું જ્ઞાન ક્લાસમાં આવીને ભણાવી દેનાર અધ્યાપક ન હતા.તે વિધાર્થીઓ,યુવાનો માટે સાચા અર્થમાં પથદર્શક, ઉતમ મનૌવેજ્ઞાનિક (કાઉન્સેલીંગ) અને મોટીવેશન સ્પીકર હતા. ઉચ્ચ અભ્યાસની સાથે તેમનો સામાજને સમજવાની વિશિષ્ટતા હતી.એમ.એન.કોલેજમાં તેમના પ્રિન્સિપાલ તરીકેના કાર્યકાળ દરમ્યાન અનેક વાર તેમને સાંભરવાનો લ્હાવો મળ્યો છે. કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે હંમેશા શિસ્ત અને નિયમિતતાના આગ્રહી એવા ડો.એમ.આઇ.પટેલે અનેક વિધાર્થીઓ માટે કાઉન્સેલીંગ તરીકે કામ કરતા જોવા મળતા.


Publish Date: 6/10/2020 00:00:00
Auther: ભરત ચૌધરી