News ગુજરાત


વડનગરમાં ગંજબજાર શરૂ કરવા વેપારીઓની હાકલ



વાઇબ્રન્ટ ન્યુઝ,

વડનગર ગંજ બજાર પુનઃ કાયૅવંતીત થાય અને નવિન અધતન ‌ગંજ બજાર બંને તેના માટે ગંજ બજાર માં પ્લોટ ધરાવતા વેપારીઓ ની એક મીટીંગ નુ આયોજન વડનગર પાલિકામાં વડનગર શહેર પ્રમુખ રાજુભાઈ મોદી વડનગર નગરપાલિકાના ઉપપ્રમુખ કાનજીભાઈ ઠાકોર બાંધકામ સમિતિ ચેરમેન ઘેમરજીભાઈ ઠાકોર ની ઉપસ્થિતિ માં રાખવામાં આવેલ જેમાં વડનગર ગંજબજારમાં પ્લોટ ધરાવતા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરકારશ્રી તરફ થી ગંજબજાર ની જમીન નિયમોનુસાર કરવામાં આવેલ એની ચર્ચા કરવામાં આવી તેમજ તેને નવિનીકરણ કરવા એન.એ ની કાર્યવાહી કરવા અને ગંજબજાર વહેલામાં વહેલી તકે શરૂ કરવા બાબતે હાજર તમામ વેપારીઓએ સંમતિ દર્શાવી હતી અને કામ માટે વહીવટીતંત્ર સમક્ષ વાતચીત અને કાર્યવાહી કરવા આઠ વેપારી ની એક કમીટીની રચના સર્વ સંમતિ થી કરવામાં આવેલ આ મીટીંગ ની શરૂઆત કાનજીભાઈ ઠાકોર ઉપ પ્રમુખ નગરપાલિકા એ સ્વાગત પ્રવચન કરી તેમજ ગંજબજાર શરૂ કરવા અંગે જરૂરી જાણકારી આપેલ વડનગર શહેર પ્રમુખ રાજુભાઈ મોદી એ ગંજબજાર ના પુનરૂત્થાન માટે ની સમજ આપેલ અને તે અંગે સૌને માર્ગદર્શન કરેલ વડનગર ગંજ બજાર એ વડનગર ની જીવાદોરી સમાન છે વડનગર ગંજ બજાર શરૂ થાય તો નાના મોટા વેપારીઓ ના ધંધા રોજગાર મલી શકે અને નગર નો પણ વિકાસ થાય .જ્યારે નગરસેવક ગીરીશભાઈ પટેલ ગંજ બજાર પુનઃ ચાલુ થાય તે અંગે જરૂરી સુચનો કરેલ તમામ હાજર વેપારીઓ એ મુક્ત મને ચર્ચાઓ કરી હતી સભાના અંતે બાંધકામ ચેરમેન ઘેમરજી ઠાકોર એ પણ જરૂરી માગૅદશૅન આપેલ આને સૌ નો આભાર વ્યક્ત કરેલ.


Publish Date: 6/10/2020 00:00:00
Auther: Bharat chaudhary