News વર્લ્ડ


સરકારનું હાઈકોર્ટમાં નિવેદન, બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ખેડૂતોને 56 ટકા વધુ વળતર ચૂકવાશે



અમદાવાદઃ બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે સરકાર અને નેશનલ હાઈસ્પીડ રેલ દ્વારા હાઈકોર્ટમાં નિવેદન કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં કહ્યું છે કે, ખેડૂતોને જમીનની કુલ કિંમત કરતા 56 ટકા વધુ વળતર ચૂકવાશે. જમીનની કિંમત 2011ની જંત્રી મુજબ રહેશે નહીં અને યોગ્ય બજાર કિંમતના આધારે ચૂકવાશે. આવકવેરા વિભાગ જમીનની આકારણી કરશે. જે લોકોએ સંપાદન માટે સંમતિ નથી આપી તેમને પણ યોગ્ય વળતર ચૂકવાશે. બંને પક્ષે હાઈકોર્ટમાં રજૂઆતો પૂરી થઈ છે. આ મામલે વધુ સુનાવણી 11મી જાન્યારીએ હાથ ધરાશે.


Publish Date: 12/28/2018 00:00:00
Auther: jk